Get App

Kalyan Jewellers stock: સારા ગ્રોથ છતાં Kalyan Jewellersનો શેર 8% તૂટ્યો, રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો

કલ્યાણ જ્વેલર્સના શેરમાં આજે 8 ટકાનો મોટો કડાકો જોવા મળ્યો છે. જૂન ક્વાર્ટરમાં શાનદાર ગ્રોથ હોવા છતાં બજાર કેમ નિરાશ થયું?

MoneyControl Newsઅપડેટેડ Jul 07, 2026 પર 1:11 PM
Kalyan Jewellers stock: સારા ગ્રોથ છતાં Kalyan Jewellersનો શેર 8% તૂટ્યો, રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારોKalyan Jewellers stock: સારા ગ્રોથ છતાં Kalyan Jewellersનો શેર 8% તૂટ્યો, રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો
આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ એ છે કે બજારના એક્સપર્ટ્સને કંપની પાસેથી વધુ અપેક્ષા હતી. તેની હરીફ કંપની ટાઇટનની સરખામણીમાં કલ્યાણ જ્વેલર્સનો ગ્રોથ બજારને ધીમો લાગ્યો છે.

Kalyan Jewellers stock: શેર બજારમાં 7 જુલાઈના રોજ શરૂઆતના ટ્રેડિંગમાં જ જાણીતી જ્વેલરી બ્રાન્ડ કલ્યાણ જ્વેલર્સના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. કંપનીએ જૂન ક્વાર્ટરના બિઝનેસ અપડેટ્સ જાહેર કર્યા છે, જેમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે. આમ છતાં બજારની અપેક્ષાઓ પર ખરા ન ઉતરવાના કારણે રોકાણકારો નિરાશ થયા છે અને શેરમાં મોટો કડાકો બોલી ગયો છે.

શેરની આજની સ્થિતિ અને ઘટાડાનું કારણ

શરૂઆતના કારોબારમાં કલ્યાણ જ્વેલર્સનો શેર 7.8 ટકા જેટલો તૂટીને 351.55 રૂપિયાના સ્તર પર આવી ગયો હતો. જોકે, થોડા સમય પછી શેરમાં સામાન્ય રિકવરી જોવા મળી હતી અને સવારે 11:30 વાગ્યાની આસપાસ આ શેર 5.91 ટકાના ઘટાડા સાથે 357 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ એ છે કે બજારના એક્સપર્ટ્સને કંપની પાસેથી વધુ અપેક્ષા હતી. તેની હરીફ કંપની ટાઇટન (Titan) ની સરખામણીમાં કલ્યાણ જ્વેલર્સનો ગ્રોથ બજારને ધીમો લાગ્યો છે. નોંધનીય છે કે છેલ્લા એક વર્ષમાં કલ્યાણ જ્વેલર્સનો શેર 39 ટકાથી વધુ ગગડી ચૂક્યો છે.

જૂન ક્વાર્ટરમાં કેવું રહ્યું કંપનીનું પ્રદર્શન?

ભલે શેરમાં ઘટાડો થયો હોય, પરંતુ કંપનીના આંકડા પોઝિટિવ રહ્યા છે.

ભારતમાં ધૂમ કમાણી: ભારતીય બજારમાં કંપનીની રેવન્યુ વાર્ષિક ધોરણે 38 ટકા જેટલી વધી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો