Get App

શેરબજારમાંથી વિદેશી રોકાણકારોનો મોહ ભંગ! મે મહિનામાં કાઢી લીધા 14,231 કરોડ, જાણો કેમ સતત વેચવાલી કરી રહ્યા છે FPI?

FPI Selling in India: ભારતીય શેરબજારમાં FPIની વેચવાલી યથાવત. મે મહિનામાં વિદેશી રોકાણકારોએ 14,231 કરોડ પાછા ખેંચ્યા. જાણો આ મહા-વેચવાલી પાછળના વૈશ્વિક કારણો અને નિષ્ણાતોનો અભિપ્રાય.

MoneyControl Newsઅપડેટેડ May 10, 2026 પર 12:35 PM
શેરબજારમાંથી વિદેશી રોકાણકારોનો મોહ ભંગ! મે મહિનામાં કાઢી લીધા 14,231 કરોડ, જાણો કેમ સતત વેચવાલી કરી રહ્યા છે FPI?શેરબજારમાંથી વિદેશી રોકાણકારોનો મોહ ભંગ! મે મહિનામાં કાઢી લીધા 14,231 કરોડ, જાણો કેમ સતત વેચવાલી કરી રહ્યા છે FPI?
FPI Selling in India: ભારતીય શેરબજારમાં FPIની વેચવાલી યથાવત.

FPI Selling in India: ભારતીય શેરબજારમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)નો વેચવાલીનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મે મહિનામાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે મેક્રો-ઈકોનોમિક અનિશ્ચિતતાના કારણે FPI એ મે મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાંથી શુદ્ધ સ્વરૂપે 14,231 કરોડ પાછા ખેંચી લીધા છે.

NSDLના આંકડા મુજબ, આ તાજેતરના ઘટાડા સાથે જ વર્ષ 2026માં FPI દ્વારા કરવામાં આવેલી વેચવાલીનો આંકડો 2 લાખ કરોડને પાર થઈ ગયો છે. આ આંકડો ઘણો મોટો છે, કારણ કે આખા વર્ષ 2025 દરમિયાન FPI એ ભારતીય બજારમાંથી કુલ 1.66 લાખ કરોડ જ ઉપાડ્યા હતા.

વર્ષ 2026માં FPIના રોકાણની મહિનાવાર સ્થિતિ:

જો ફેબ્રુઆરી મહિનાને બાદ કરીએ તો, વર્ષ 2026 ના તમામ મહિનાઓમાં વિદેશી રોકાણકારો નેટ સેલર જ રહ્યા છે.

જાન્યુઆરી: 35,962 કરોડ પાછા ખેંચ્યા.

ફેબ્રુઆરી: 22,615 કરોડનું રોકાણ કર્યું (જે 17 મહિનાની સૌથી ઊંચી સપાટી હતી).

માર્ચ: ટ્રેન્ડ અચાનક બદલાયો અને રેકોર્ડ 1.17 લાખ કરોડ કાઢી લીધા.

બધા સમાચાર

+ વધુુ વાંચો