Get App

Swiggy Instamart પર FSSAIની લાલ આંખ: સડેલું ફૂડ વેચવા બદલ ફટકારી 9 નોટિસ, ખરાબ સમાચારથી શેર ગગડ્યો

સ્વિગી ઇન્સ્ટામાર્ટ દ્વારા એક્સપાયર અને સડેલું ફૂડ વેચવા મામલે FSSAI એ 9 નોટિસ ફટકારી છે. આ મોટા એક્શનના સમાચાર આવતા જ સ્વિગીનો શેર 2.6% તૂટ્યો. જાણો પૂરો મામલો.

MoneyControl Newsઅપડેટેડ Jul 13, 2026 પર 1:16 PM
Swiggy Instamart પર FSSAIની લાલ આંખ: સડેલું ફૂડ વેચવા બદલ ફટકારી 9 નોટિસ, ખરાબ સમાચારથી શેર ગગડ્યોSwiggy Instamart પર FSSAIની લાલ આંખ: સડેલું ફૂડ વેચવા બદલ ફટકારી 9 નોટિસ, ખરાબ સમાચારથી શેર ગગડ્યો
શનિવારે FSSAI ની નોટિસના સમાચાર બજારમાં આવતા જ, 13 જુલાઈના રોજ સ્વિગીના શેરમાં 2.6 ટકાનો મોટો કડાકો જોવા મળ્યો. BSE પર કંપનીનો શેર ગગડીને 266 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો.

Swiggy Instamart: ઓનલાઇન ફૂડ અને ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી હાલમાં મોટી મુશ્કેલીમાં મુકાયું છે. ગ્રાહકોને ખરાબ ગુણવત્તાવાળો ખોરાક પહોંચાડવાના ગંભીર આરોપો બાદ, સરકારી એજન્સી FSSAI એ સ્વિગીના ક્વિક કોમર્સ પ્લેટફોર્મ 'ઇન્સ્ટામાર્ટ' સામે કડક કાર્યવાહી કરી છે. આ નકારાત્મક સમાચારની સીધી અસર શેરબજારમાં જોવા મળી, જ્યાં સ્વિગીના રોકાણકારોને મોટું નુકસાન વેઠવું પડ્યું.

શેરબજારમાં સ્વિગીનો રકાસ

શનિવારે FSSAI ની નોટિસના સમાચાર બજારમાં આવતા જ, 13 જુલાઈના રોજ સ્વિગીના શેરમાં 2.6 ટકાનો મોટો કડાકો જોવા મળ્યો. BSE પર કંપનીનો શેર ગગડીને 266 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આ ભારે વેચવાલીને કારણે સ્વિગીનું માર્કેટ કેપ ઘટીને 74000 કરોડ રૂપિયા થઈ ગયું છે.

FSSAI એ કેમ ફટકારી 9 નોટિસ?

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ કાર્યવાહીની સત્તાવાર જાણકારી આપી. FSS એક્ટ 2006 ના નિયમોના ઉલ્લંઘન બદલ ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ આપવામાં આવી છે. ગ્રાહકોની ફરિયાદો હતી કે સ્વિગી ઇન્સ્ટામાર્ટ પરથી એક્સપાયર થયેલું, સડેલું, દૂષિત અને સ્વાસ્થ્ય માટે હાનિકારક ફૂડ સપ્લાય કરવામાં આવી રહ્યું છે.

ગ્રાહકોની ચોંકાવનારી ફરિયાદો

FSSAI દ્વારા જણાવવામાં આવેલી વિગતો ખૂબ જ ગંભીર છે. સ્વિગીની બેદરકારીના કેટલાક કિસ્સા નીચે મુજબ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો