Gold Stocks Under Pressure: 1 સપ્ટેમ્બરે કેટલીક મોટી Jewellery Companiesના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બજારની શરૂઆત સાથે જ જ્વેલરી શેરો દબાણ હેઠળ આવ્યા હતા. આ ઘટાડા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની ખરીદી અંગેની અપીલને પણ એક કારણ માનવામાં આવી રહી છે. PM મોદીએ લોકોને જ્યાં સુધી અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી Gold ખરીદવાનું ટાળવા અપીલ કરી હતી.

