Global Market: નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ભારતીય બજારો માટે સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશમાં વેચવાલી જોવાને મળી રહી છે પણ વાયદામાં થોડી કવરિંગ જોવા મળી. GIFT NIFTYમાં આશરે 50 પોઇન્ટ્સની તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. એશિયામાં નવા શિખરે પહોંચ્યું જાપાનનું નિક્કેઈ, ત્યાંજ વ્યાજ દરમાં 2 થી વધુના કાપની આશાએ અમેરિકાના બજારમાં જોવા મળ્યો મામુલી ઉછાળો. S&P500 રેકોર્ડ સ્તરે બંધ થયો. ટેક શેરોમાં તેજી આવતા નાસ્ડેકમાં વધારો થયો.