બ્રોકરેજ ફર્મ ICICI Directએ 12 મહિનાના રોકાણના દૃષ્ટિકોણથી ચાર શેરમાં ખરીદી કરવાની સલાહ આપી છે. આ યાદીમાં ડિફેન્સ, ફૂટવેર, ફાર્મા અને મેટલ સેક્ટરની એક-એક કંપનીનો સમાવેશ થાય છે. ગુરુવારના ક્લોઝિંગ ભાવની સરખામણીમાં બ્રોકરેજે આ શેર માટે 16.56%થી લઈને 26.58% સુધીના અપસાઇડનો અંદાજ વ્યક્ત કર્યો છે. જાણીએ કયા છે આ ચાર શેર અને શું છે તેમના ટાર્ગેટ પ્રાઇસ.

