ક્રિસ વુડે જણાવ્યું હતું કે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી મજબૂત રોકાણ જોવા મળ્યું છે. આનાથી સ્થાનિક ઇક્વિટી બજારને સારો ટેકો મળ્યો છે. જો બજારને મ્યુચ્યુઅલ ફંડ્સનો ટેકો ન મળ્યો હોત, તો આ વર્ષે વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી વેચાણને કારણે ભારતીય બજારોમાં 20-30 ટકાનો ઘટાડો થયો હોત.