Get App

RBI Monetary Policy: પશ્ચિમ એશિયા સંકટની અસર, રિઝર્વ બેંકે FY27 માટે મોંઘવારીનો અંદાજ વધારીને 5.1% કર્યો

RBIની મોનેટરી પોલિસી જાહેર! રિઝર્વ બેંકે પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે નાણાકીય વર્ષ 2027 માટે મોંઘવારીનો અંદાજ વધારીને 5.1% કર્યો છે. જાણો સામાન્ય માણસ પર શું થશે અસર.

MoneyControl Newsઅપડેટેડ Jun 05, 2026 પર 11:39 AM
RBI Monetary Policy: પશ્ચિમ એશિયા સંકટની અસર,  રિઝર્વ બેંકે FY27 માટે મોંઘવારીનો અંદાજ વધારીને 5.1% કર્યોRBI Monetary Policy: પશ્ચિમ એશિયા સંકટની અસર,  રિઝર્વ બેંકે FY27 માટે મોંઘવારીનો અંદાજ વધારીને 5.1% કર્યો
રિઝર્વ બેંકનું કહેવું છે કે કિંમતી ધાતુઓને બાદ કરતા કોર મોંઘવારી દર હજુ પણ ઓછો રહેવાનો અંદાજ છે, જે દર્શાવે છે કે બજારમાં ડિમાન્ડનું દબાણ હાલમાં કંટ્રોલમાં છે.

RBI Monetary Policy: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની દ્વિ-માસિક મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકના પરિણામો 5 જૂનના રોજ જાહેર થઈ ગયા છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે ભલે વ્યાજ દરો (રેપો રેટ 5.25%) માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે મોંઘવારી વધવાનું જોખમ ઊભું થયું છે. સેન્ટ્રલ બેંકે નાણાકીય વર્ષ 2027 (FY27) માટે રિટેલ મોંઘવારી દરનો અંદાજ વધારીને 5.1 ટકા કર્યો છે. ચાલો જાણીએ આજના આ અહેવાલની મુખ્ય વાતો અને તમારી પર પડનારી સીધી અસર.

મોંઘવારી દરનો નવો અંદાજ

RBI ના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે રેટ નક્કી કરતી કમિટીએ કોર મોંઘવારી દરનો અંદાજ 4.7 ટકા પર જાળવી રાખ્યો છે. અત્યારે મોંઘવારીનું દબાણ થોડું ઓછું દેખાઈ રહ્યું છે.RBI ના લેટેસ્ટ આંકડા મુજબ નાણાકીય વર્ષ 2027 ના અલગ-અલગ ક્વાર્ટરમાં રિટેલ મોંઘવારી દર નીચે મુજબ રહેવાની શક્યતા છે:

પ્રથમ ક્વાર્ટર (Q1): 4.2 ટકા

બીજું ક્વાર્ટર (Q2): 5.1 ટકા

ત્રીજું ક્વાર્ટર (Q3): 5.9 ટકા

ચોથું ક્વાર્ટર (Q4): 5.4 ટકા

બધા સમાચાર

+ વધુુ વાંચો