Indian Stock Market 2026: છેલ્લા એક-બે વર્ષથી ભારતીય શેર બજારનું પ્રદર્શન દુનિયાના અન્ય ઉભરતા બજારોની સરખામણીમાં થોડું નબળું રહ્યું છે. બજારમાં આવેલી આ અસ્થિરતા અને સતત વધઘટને કારણે ઘણા રોકાણકારો નિરાશ થયા છે. પરંતુ, જો તમે શેર બજારમાં રોકાણ કરો છો, તો હવે સારા સમાચાર આવી રહ્યા છે. ડીએસપી મ્યુચ્યુઅલ ફંડના લેટેસ્ટ નેત્રા રિપોર્ટ અનુસાર, ભારતીય શેર બજારના સારા દિવસો બહુ જલ્દી પાછા ફરી શકે છે.

