ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન દેખાડેલી પરિપક્વતાને કારણે વૈશ્વિક રોકાણકારોના મનમાં ભારતનું મૂલ્ય વધ્યું છે. આ ઓપરેશનની સફળતા અને ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ સાથે અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ ડીલે ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો લાવ્યો છે. કોટક AMCના નીલેશ શાહના જણાવ્યા અનુસાર, ભારત એક મોટા નેતૃત્વ તરીકે ઉભરી રહ્યું છે, જેના કારણે મોટા રોકાણકારો ભારત તરફ આકર્ષાઈ રહ્યા છે. જોકે, તેમણે ડિફેન્સ શેરોમાં રોકાણ કરતી વખતે વેલ્યુએશન પર ધ્યાન આપવાની સલાહ આપી છે.