Infosys Share Price: આજે, 17 ફેબ્રુઆરીના રોજ સતત બીજા દિવસે IT શેરોમાં ઉછાળો આવ્યો. ઇન્ફોસિસે યુએસ સ્થિત AI કંપની એન્થ્રોપિક સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી, જેના કારણે IT શેરો પ્રત્યે સેન્ટિમેન્ટમાં થોડો સુધારો થયો. સવારે 9:45 વાગ્યાની આસપાસ, નિફ્ટી IT ઇન્ડેક્સ 2 ટકાથી વધુ વધીને 33,423.65 પર પહોંચ્યો. ઇન્ફોસિસના શેર લગભગ 3 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

