IT Stocks Crash: 17 માર્ચનો દિવસ ભારતીય શેરબજારમાં IT સેક્ટરના રોકાણકારો માટે ભારે નિરાશાજનક રહ્યો છે. આજે ભારતીય આઈટી કંપનીઓના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો છે. આજે સવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારથી જ આઈટી શેરોમાં વેચવાલીનું દબાણ હતું. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 2 ટકાથી વધુ ગગડીને છેલ્લા લગભગ 3 વર્ષના સૌથી નીચલા સ્તરની નજીક પહોંચી ગયો હતો. સૌથી વધુ નુકસાન લાર્જકેપ IT કંપનીઓના શેરોમાં જોવા મળ્યું છે.

