Get App

વ્યાજદરમાં વધારો અટકશે ત્યારે લિક્વિડિટીમાં નિશ્ચિતતા આવશે: ભાવેશ શાહ

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ઇક્વિરસના MD અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગના હેડ ભાવેશ શાહ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Apr 21, 2023 પર 5:03 PM
વ્યાજદરમાં વધારો અટકશે ત્યારે લિક્વિડિટીમાં નિશ્ચિતતા આવશે: ભાવેશ શાહવ્યાજદરમાં વધારો અટકશે ત્યારે લિક્વિડિટીમાં નિશ્ચિતતા આવશે: ભાવેશ શાહ
ભાવેશ શાહના મતે ભારતનો 20 વર્ષનો ગ્રોથ સર્વિસ સેક્ટરને આધારીત રહ્યો છે.

ભાવેશ શાહનું કહેવુ છે કે ભારતમાં સ્થાનિક લિક્વિડિટીની સ્થિતિ ઘણી સારી છે. બજાર હાલમાં રેન્જ બાઉન્ડ રહે તેવી આશા છે. મે મહિનામાં ફેડ દ્વારા વધુ એક વ્યાજદર વધારો આવી શકે છે. મે માં ફેડ 25 bpsનો વ્યાજદર વધારો કરી શકે છે. વ્યાજદરમાં વધારો અટકશે ત્યારે લિક્વિડિટીમાં નિશ્ચિતતા આવશે.

ભાવેશ શાહના મતે ભારતનો 20 વર્ષનો ગ્રોથ સર્વિસ સેક્ટરને આધારીત રહ્યો છે. 6-8 મહિનામાં ચીનમાં રોકાણ ગયું છે. પણ FIIsને હજુ ચીનના ગ્રોથ પર વિશ્વાસ નથી. ઉત્પાદન ક્ષેત્રમાં સારો ગ્રોથ આવી શકે છે. ઉત્પાદન ક્ષેત્રમાં સારો ગ્રોથ થઈ રહ્યો હોવાના સંકેત છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો