Multibagger Stocks: ટાટા ગ્રુપ (Tata Group)ની દિગ્ગજ કંપની તેજસ નેટવર્ક (tejas Network)ના શેરોએ રોકાણકારોની જોરદાર કમાણી કરાવી છે. ત્રણ વર્ષમાં તેની કિંમત લગભગ 1215 ટકા વધી છે અને 64 રૂપિયાનો શેર હવે 840 રૂપિયા પર પહોંચી ગયો છે. જો કે, તેની નાણાકીય સેહત કઈ ખાસ નથી અને છેલ્લા સાત માંથી છે ક્વાર્ટરમાં આ ખોટમાં રહી છે. હવે શેરોની વાત કરે તો આજે તેના શેર લગભગ ફ્લેટ ભાવ પર છે અને બીએસઈ પર હાલમાં 0.01 ટકાની નબળાઈ સાથે 839.50 રૂપિયા (Tejas Network Share price) પર ટ્રેડ થઈ રહી છે. તેનું ફુલ માર્કેટ કેપ 14,217.99 કરોડ રૂપિયા છે.

