Get App

Closing Bell : નિફ્ટી 23,800ની નીચે ખાબક્યો, સેન્સેક્સ 380 પોઈન્ટ તૂટ્યો, માત્ર ફાર્મા સેક્ટર જ ચમક્યું

સેન્સેક્સ 382 પોઈન્ટના ઘટાડા સાથે 76,132 પર અને નિફ્ટી 23,779 પર બંધ. ફાર્મા સેક્ટરમાં તેજી, IT અને મેટલ શેરોમાં કડાકો. જાણો સંપૂર્ણ રિપોર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Sep 07, 2026 પર 3:51 PM
Closing Bell : નિફ્ટી 23,800ની નીચે ખાબક્યો, સેન્સેક્સ 380 પોઈન્ટ તૂટ્યો, માત્ર ફાર્મા સેક્ટર જ ચમક્યુંClosing Bell : નિફ્ટી 23,800ની નીચે ખાબક્યો, સેન્સેક્સ 380 પોઈન્ટ તૂટ્યો, માત્ર ફાર્મા સેક્ટર જ ચમક્યું
આજના કારોબારમાં માત્ર ફાર્મા સેક્ટરે જ બજારની લાજ રાખી હતી. ફાર્મા ઈન્ડેક્સ 0.75 ટકાના ઉછાળા સાથે બંધ થયો હતો.ફાર્મા સિવાયના લગભગ તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં આજે મોટો કડાકો જોવા મળ્યો હતો.

Closing Bell : ભારતીય શેરબજારમાં આજના લેટેસ્ટ કારોબારમાં રોકાણકારોને નિરાશા સાંપડી છે. શરૂઆતી સત્રથી જ બજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જેના કારણે બેન્ચમાર્ક ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા છે.આજના કારોબારના અંતે સેન્સેક્સ 382.62 પોઈન્ટ એટલે કે 0.50 ટકાના ઘટાડા સાથે 76,132.81 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ 118.55 પોઈન્ટ અથવા 0.50 ટકા તૂટીને 23,800 ની મહત્વપૂર્ણ સપાટી તોડીને 23,779.15 ના સ્તરે બંધ થયો છે.

બજારમાં આજે વેચવાલીનું જોર વધુ રહ્યું હતું. આંકડાકીય માહિતી મુજબ, આજે લગભગ 1931 શેરોમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે 2353 શેરો લાલ નિશાનમાં (ઘટાડા સાથે) બંધ થયા હતા. આ ઉપરાંત 190 શેરોના ભાવમાં કોઈ જ ફેરફાર નોંધાયો ન હતો.

આજના ટોપ લુઝર્સ

નિફ્ટીમાં આજે આઈટી અને ફાઇનાન્શિયલ શેરોમાં સૌથી વધુ ધોવાણ થયું હતું.

ઇન્ફોસિસ

એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ

ટેક મહિન્દ્રા

બધા સમાચાર

+ વધુુ વાંચો