Get App

બજાજ ફાઈનાન્સના શૅરમાં 21 ટકાનો વધારો થવાનો નોમુરાનો અંદાજ

નવા પ્રોડકટ્સ લોન્ચ, સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોન્સ વચ્ચે સંતુલન અને ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગને લીધે બજાજ ફાઈનાન્સના કામકાજમાં સ્થિર વધારો થતો રહેશે એમ બ્રોકરેજ કંપની નોમુરાનું કહેવુ છે

MoneyControl Newsઅપડેટેડ Aug 25, 2023 પર 12:56 PM
બજાજ ફાઈનાન્સના શૅરમાં 21 ટકાનો વધારો થવાનો નોમુરાનો અંદાજબજાજ ફાઈનાન્સના શૅરમાં 21 ટકાનો વધારો થવાનો નોમુરાનો અંદાજ

નવા પ્રોડકટ્સ લોન્ચ, સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોન્સ વચ્ચે સંતુલન અને ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગને લીધે બજાજ ફાઈનાન્સના કામકાજમાં સ્થિર વધારો થતો રહેશે એમ બ્રોકરેજ કંપની નોમુરાનું કહેવુ છે.

નોમુરાએ રોકાણકારોને કંપનીનો શૅર ખરીદવાની ભલામણ કરીને 8,700 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે. વર્તમાન શૅર ભાવની સરખામણીએ આ 21 ટકાનો વધારો સૂચવે છે. નોમુરાના એનાલિસ્ટોનું કહેવુ છે કે બજાજ ફાઈનાન્સ કપરી પરિસ્થિતિમાંથી બહાર આવવાને સક્ષમ છે. નાણાકીય વર્ષ 2013માં ટેપર ટેન્ટ્રમ, નાણાકીય વર્ષ 2016માં નોટબંધી, નાણાકીય વર્ષ 2018માં ઈન્ફ્રાસ્ટ્રકચર લીઝીંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીસ (IL&FS) કટોકટી તેમ જ કોવિડ મહામારીના સમયગાળામાં કંપનીની કામગીરી તેમની હરિફ કંપનીઓ કરતા ઘણી સારી રહી હતી.

નાણાકીય વર્ષ 2003થી 2023 દરમિયાન કંપનીની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM), ચોખ્ખો નફો, શૅરદીઠ આવક (EPS) અને પ્રતિ શૅર બુક વેલ્યુમાં વૃદ્ધિ અનુક્રમે 35 ટકા, 35 ટકા, 22 ટકા અને 20 ટકા થઈ હતી.

Multibagger Stock: આ મલ્ટિબેગરે રોકાણકારોને કર્યા માલામાલ, 3 વર્ષમાં આપ્યું 1520 ટકા રિટર્ન, શું તમારી પાસે છે આ શેર

બધા સમાચાર

+ વધુુ વાંચો