PSU Stocks: સરકારી કંપનીઓ એટલે કે PSU સ્ટોક્સમાં રોકાણકારોનો રસ ઘટી રહ્યો હોય તેવું લાગે છે. ફેબ્રુઆરીમાં BSEના કુલ બજાર મૂડીકરણમાં તમામ લિસ્ટેડ સરકારી કંપનીઓનો હિસ્સો 15 મહિનાના નીચલા લેવલે 14.61 ટકા પર પહોંચી ગયો. નવેમ્બર 2023 પછી આ તેનું સૌથી નીચું સ્તર છે. મે 2024 માં, BSE ના કુલ માર્કેટ કેપમાં સરકારી કંપનીઓનો હિસ્સો 17.77 ટકા હતો, જે તેનું અત્યાર સુધીનું ઉચ્ચતમ સ્તર છે.