ભારતીય રિઝર્વ બેંકએ શેરબજાર અને કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા નવા નિયમો લાગુ કરવાની તારીખમાં મોટો ફેરફાર કર્યો છે. હવે આ નિયમો 1 એપ્રિલની જગ્યાએ 1 જુલાઈથી લાગુ થશે. બ્રોકરેજ અને ફાઇનાન્સિયલ સેક્ટરે આ નિયમોને 6 મહિના માટે ટાળવાની માંગણી કરી હતી, જેને RBI એ સ્વીકારી લીધી છે. આ નિર્ણયથી બજારને તાત્કાલિક રાહત મળી છે, જોકે મુખ્ય પ્રસ્તાવોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

