SBI મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી 500 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે. તેમાં માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ NSEની ટોચની 500 કંપનીઓનો સમાવેશ થાય છે. આમ, તેમાં લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ શેરોનો સમાવેશ થાય છે. આ રીતે, SBI નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડ ઇન્વેસ્ટર્સેને એક સાથે નાની, મધ્યમ અને મોટી કંપનીઓના શેરો પર દાવ લગાવવાની તક આપે છે. પ્રશ્ન એ છે કે શું મ્યુચ્યુઅલ ફંડમાં પ્રથમ વખત રોકાણ કરનારે આ ફંડમાં રોકાણ કરવું જોઈએ?