Get App

Closing Bell: સેન્સેક્સ દિવસની ટોચથી 350 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24400ની નીચે બંધ, Trent અને Adaniના શેર ગગડ્યા

આજના શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. શરૂઆતી તેજી બાદ માર્કેટ તૂટ્યું, સેન્સેક્સ 104 પોઈન્ટ અને નિફ્ટી 31 પોઈન્ટ ઘટીને બંધ. જાણો કયા શેર્સમાં થઈ કમાણી અને ક્યાં થયું નુકસાન.

MoneyControl Newsઅપડેટેડ Jul 07, 2026 પર 3:49 PM
Closing Bell: સેન્સેક્સ દિવસની ટોચથી 350 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24400ની નીચે બંધ, Trent અને Adaniના શેર ગગડ્યાClosing Bell: સેન્સેક્સ દિવસની ટોચથી 350 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24400ની નીચે બંધ, Trent અને Adaniના શેર ગગડ્યા
દિવસના બીજા હાફમાં બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. શરૂઆતી તેજી ધોવાઈ ગઈ અને બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા.

Closing Bell: આજના શેરબજારમાં રોકાણકારોને ભારે ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો છે. સવારે સારા ઉછાળા સાથે ખૂલેલું બજાર દિવસના અંતે પોતાની તેજી ટકાવી શક્યું ન હતું. છેલ્લા 4 દિવસથી માર્કેટમાં ચાલી આવતી તેજી આજે અટકી ગઈ છે. ઈન્ટ્રાડેમાં નિફ્ટી 24400 ની નીચે આવી ગયો હતો, જ્યારે સેન્સેક્સમાં પણ ઘટાડો નોંધાયો છે.

સવારના સેશનમાં કેવી હતી સ્થિતિ?

આજે સવારે જ્યારે માર્કેટ ખૂલ્યું, ત્યારે ગ્લોબલ માર્કેટના મિશ્ર સંકેતો હોવા છતાં IT, બેન્ક અને ફાઇનાન્શિયલ શેર્સના સપોર્ટથી માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી હતી.બપોરે 12:00 વાગ્યા સુધીમાં નિફ્ટી 50  ઇન્ડેક્સ 94.95 પોઈન્ટ (0.39 ટકા) વધીને 24525.30 ના સ્તર પર પહોંચી ગયો હતો. જ્યારે સેન્સેક્સ354.26 પોઈન્ટ (0.45 ટકા) ના ઉછાળા સાથે 78639.33 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.જોકે, આ સમયે પણ મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં નબળાઈ જોવા મળી રહી હતી.

માર્કેટ ક્લોઝિંગ: ટોચ પરથી પટકાયું બજાર

દિવસના બીજા હાફમાં બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. શરૂઆતી તેજી ધોવાઈ ગઈ અને બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા.

સેન્સેક્સ ક્લોઝિંગ: 104.35 પોઈન્ટ (0.13 ટકા) ના ઘટાડા સાથે 78180.72 પર બંધ થયો.

નિફ્ટી ક્લોઝિંગ: 31.65 પોઈન્ટ (0.13 ટકા) તૂટીને 24398.70 ના સ્તરે બંધ થયો.

બધા સમાચાર

+ વધુુ વાંચો