Closing Bell : ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર પોઝિટિવ માહોલ જોવા મળ્યો છે. એક દિવસના વિરામ બાદ માર્કેટ ફરીથી લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યું છે. ખાસ કરીને બ્રોડર માર્કેટ અને સરકારી બેંકોના શેરોએ રોકાણકારોને નિરાશ થવા દીધા નથી. બજારના બંને મુખ્ય ઈન્ડેક્સ આજે વધારા સાથે બંધ થયા છે.

