Get App

Market Outlook: લાલ નિશાનમાં બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી; જાણો આગામી સેશન માટે નિષ્ણાતોની સલાહ

શેરબજારમાં પ્રોફિટ બુકિંગને કારણે 4 દિવસની તેજી અટકી છે. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા. રોકાણકારોના 2 લાખ કરોડ ધોવાયા. જાણો આગામી સેશન માટે માર્કેટ આઉટલુક.

MoneyControl Newsઅપડેટેડ Jul 07, 2026 પર 5:16 PM
Market Outlook: લાલ નિશાનમાં બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી; જાણો આગામી સેશન માટે નિષ્ણાતોની સલાહMarket Outlook: લાલ નિશાનમાં બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી; જાણો આગામી સેશન માટે નિષ્ણાતોની સલાહ
નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 0.30% અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 0.55% તૂટીને બંધ થયા છે.

Market Outlook: ભારતીય શેરબજારમાં છેલ્લા 4 દિવસથી ચાલી આવતી શાનદાર તેજી પર બ્રેક વાગી ગઈ છે. તાજેતરના ટ્રેડિંગ સેશનમાં ઉચ્ચ મથાળે ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. બજારના જાણકારોના મતે, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને તેના કારણે કાચા તેલના ભાવમાં થયેલા વધારાએ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પાડી છે.

સેન્સેક્સ અને નિફ્ટીના ક્લોઝિંગ આંકડા

બજારમાં વેચવાલીના દબાણને કારણે બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ રહ્યા હતા. સેન્સેક્સ 104 પોઈન્ટ અથવા 0.13% ના ઘટાડા સાથે 78,180.72 ના સ્તરે બંધ થયો. નિફ્ટી 50 32 પોઈન્ટ અથવા 0.13% ઘટીને 24,398.70 ના સ્તર પર સેટલ થયો. માત્ર મોટા શેર્સ જ નહીં, પરંતુ બ્રોડર માર્કેટમાં પણ વેચવાલી રહી હતી. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 0.30% અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 0.55% તૂટીને બંધ થયા છે.

રોકાણકારોના 2 લાખ કરોડ ડૂબ્યા

શેરબજારમાં આવેલા આ ઘટાડાથી રોકાણકારોને મોટું નુકસાન થયું છે. અગાઉના સેશનમાં BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 482.3 લાખ કરોડ હતું, જે ઘટીને 480 લાખ કરોડની નીચે આવી ગયું છે. એટલે કે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાંથી 2 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.

આગામી ટ્રેડિંગ સેશન માટે માર્કેટ આઉટલુક

હવે માર્કેટ કઈ દિશામાં જશે,, તે અંગે દેશની અગ્રણી બ્રોકરેજ ફર્મના એક્સપર્ટ્સે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો