Get App

Closing Bell: સેન્સેક્સ 570 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 24,100 ની નીચે બંધ- જાણો કયા શેરોમાં થયું સૌથી મોટું ધોવાણ

14 જુલાઈએ ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 570 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી 24,100 ની નીચે સરકી ગયો. રોકાણકારોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. જાણો માર્કેટની સંપૂર્ણ લેટેસ્ટ અપડેટ.

MoneyControl Newsઅપડેટેડ Jul 14, 2026 પર 3:40 PM
Closing Bell: સેન્સેક્સ 570 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 24,100 ની નીચે બંધ- જાણો કયા શેરોમાં થયું સૌથી મોટું ધોવાણClosing Bell: સેન્સેક્સ 570 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 24,100 ની નીચે બંધ- જાણો કયા શેરોમાં થયું સૌથી મોટું ધોવાણ
ચારેતરફ વેચવાલીના દબાણ વચ્ચે બે સેક્ટરોએ સારું પ્રદર્શન કર્યું હતું. નિફ્ટી ફાર્મા સેક્ટરમાં 1.02% ની શાનદાર તેજી જોવા મળી હતી. આ સાથે જ નિફ્ટી મેટલ ઇન્ડેક્સ પણ 0.60% ના વધારા સાથે મજબૂત સ્થિતિમાં બંધ રહ્યો હતો.

Closing Bell: 14 જુલાઈના રોજ ભારતીય શેરબજારમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 570 પોઈન્ટના મોટા કડાકા સાથે બંધ થયો હતો. જ્યારે બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 50 પણ 24,100 ની મહત્વની સપાટી તોડીને નીચે સરકી ગયો હતો. બ્રોડર માર્કેટમાં પણ આજે નિરાશાજનક માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે રોકાણકારોના પોર્ટફોલિયો લાલ નિશાનમાં આવી ગયા હતા.

આજના ટોપ લૂઝર્સ અને ટોપ ગેનર્સ શેરો

આજના ખરાબ માર્કેટમાં કેટલાક શેરોએ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા, તો કેટલાક શેરો તારણહાર પણ બન્યા.

Top Losers

નિફ્ટીમાં સામેલ HCL ટેક્નોલોજીસ, શ્રીરામ ફાઇનાન્સ, HDFC લાઇફ, ટાટા મોટર્સ અને જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો અને આ શેરો ટોપ લૂઝર્સ રહ્યા હતા.

Top Gainers

પડતા બજારમાં પણ ભારતી એરટેલ, અપોલો હોસ્પિટલ્સ, સન ફાર્મા, સિપ્લા અને ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ જેવા શેરોમાં શાનદાર ખરીદી જોવા મળી હતી અને આ શેરો લીલા નિશાનમાં બંધ રહ્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો