Get App

Share Market Crash: શેરબજારમાં કડાકા વચ્ચે SEBI ચીફની રોકાણકારોને અપીલ - ‘ગભરાશો નહીં, ભારતનો પાયો મજબૂત છે'

SEBI Chief Tuhin Kanta Pandey: શેરબજારમાં ભારે ઘટાડા વચ્ચે SEBI ચીફ તુહિન કાંત પાંડેએ રોકાણકારોને અપીલ કરી છે કે ગભરાશો નહીં. જાણો માર્કેટ ક્રેશ પાછળનું કારણ અને સેબી ચીફની મહત્વની વાતો.

MoneyControl Newsઅપડેટેડ Mar 10, 2026 પર 8:52 AM
Share Market Crash: શેરબજારમાં કડાકા વચ્ચે SEBI ચીફની રોકાણકારોને અપીલ - ‘ગભરાશો નહીં, ભારતનો પાયો મજબૂત છે'Share Market Crash: શેરબજારમાં કડાકા વચ્ચે SEBI ચીફની રોકાણકારોને અપીલ - ‘ગભરાશો નહીં, ભારતનો પાયો મજબૂત છે'
SEBI Chief Tuhin Kanta Pandey: શેરબજારમાં ભારે ઘટાડા વચ્ચે SEBI ચીફ તુહિન કાંત પાંડેએ રોકાણકારોને અપીલ કરી છે કે ગભરાશો નહીં.

Share Market Crash: શેરબજારમાં આવેલા મોટા કડાકાને કારણે સામાન્ય રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. પરંતુ આ ભારે ઘટાડા વચ્ચે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના ચેરમેન તુહિન કાંત પાંડેએ રોકાણકારો માટે એક મહત્વનો અને રાહત આપનારો સંદેશ આપ્યો છે. તેમણે રોકાણકારોને અપીલ કરી છે કે બજારના આ ઉતાર-ચઢાવથી ગભરાવાની કોઈ જ જરૂર નથી.

માર્કેટમાં કેમ આવ્યો ઘટાડો?

સોમવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના એક કાર્યક્રમમાં સંબોધન કરતા સેબી ચીફે જણાવ્યું હતું કે અત્યારે વૈશ્વિક બજારોમાં અસ્થિરતાનો માહોલ છે. ખાસ કરીને ઈરાન સાથે જોડાયેલા ભૌગોલિક અને રાજકીય તણાવને કારણે દુનિયાભરના શેરબજારોમાં તેના આંચકા અનુભવાઈ રહ્યા છે.

આ ઘટાડાની અસર ભારતીય બજાર પર પણ પડી છે. આંકડાઓ પર નજર કરીએ તો, સેન્સેક્સ 1353 પોઈન્ટ તૂટીને 77566 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 422 પોઈન્ટનો મોટો ઘટાડો નોંધાયો અને તે 24028ના સ્તર પર બંધ થઈ.

ભારતનો આર્થિક પાયો એકદમ મજબૂત

સેબી ચીફે રોકાણકારોને હૈયાધારણા આપતા સ્પષ્ટ કહ્યું કે, આવા મુશ્કેલ સમયે રોકાણકારોએ ગભરાવાને બદલે શાંતિ રાખવી જોઈએ. દુનિયાના બજારોમાં ભલે ગમે તેટલી ઉથલપાથલ થતી હોય, પરંતુ ભારતની ઘરેલુ આર્થિક સ્થિતિ અને બજારનો પાયો હજુ પણ એકદમ મજબૂત છે.

રોકાણકારોની સંખ્યા 14 કરોડને પાર

બધા સમાચાર

+ વધુુ વાંચો