Get App

Sterlite Tech Share: ₹3,000 કરોડના Capex પ્લાનની જાહેરાત બાદ શેર અપર સર્કિટમાં

Sterlite Technologiesના શેરમાં ₹3,000 કરોડના Capex Planની જાહેરાત બાદ 5%નો ઉછાળો આવ્યો અને શેર Upper Circuit પર પહોંચ્યો. કંપની આ રોકાણથી પોતાની Manufacturing Capacityમાં આશરે 50% વધારો કરશે. AI Data Centres અને Global Optical Fibre Demandને કંપનીના આગામી Growth Driver તરીકે જોવામાં આવી રહ્યા છે. CLSAએ શેરને Outperform Rating સાથે ₹950નો Target આપ્યો છે, જે 33%થી વધુ Upside દર્શાવે છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 04, 2026 પર 2:09 PM
Sterlite Tech Share: ₹3,000 કરોડના Capex પ્લાનની જાહેરાત બાદ શેર અપર સર્કિટમાંSterlite Tech Share: ₹3,000 કરોડના Capex પ્લાનની જાહેરાત બાદ શેર અપર સર્કિટમાં
₹3,000 કરોડના Capex Planની જાહેરાત બાદ સ્ટરલાઈટ ટેક્નોલોજીના શેરમાં 5%નો ઉછાળો, શેર અપર સર્કિટ પર પહોંચ્યો.

Sterlite Technologies Share: બ્રોડબેન્ડ ટેક્નોલોજી કંપની ના શેરમાં શુક્રવારે જોરદાર તેજી જોવા મળી હતી. કંપની દ્વારા હાલની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં ક્ષમતા વધારવા માટે ₹3,000 કરોડના Capital Expenditure (Capex) Planને મંજૂરી આપ્યા બાદ શેર 5%ના Upper Circuit પર પહોંચ્યો હતો. NSE પર કંપનીનો શેર ₹748.90ના સ્તરે ટ્રેડ થયો હતો, જે અગાઉના બંધ ભાવની સરખામણીમાં 5%નો વધારો દર્શાવે છે. આ દિવસની મહત્તમ મંજૂર ટ્રેડિંગ લિમિટ પણ હતી.

Capacityમાં 50%નો વધારો

કંપનીના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત Expansion Plan પૂર્ણ થયા બાદ તેની હાલની Installed Manufacturing Capacityમાં આશરે 50%નો વધારો થશે. આ વધારાની ક્ષમતા FY29ના અંત સુધીમાં ઉમેરવાની યોજના છે.

વિશ્વભરમાં ઓપટીકલ ફાઈબર કેબલ અને કનેક્ટીવીટી બિઝનેસની વધતી માંગને ધ્યાનમાં રાખીને આ કેપેસિટી એક્સપ્રેસન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં કંપનીની એક્સાઈટીંગ કેપેસિટી યુટીલેશન આશરે 70% છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો