Get App

Closing Bell: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 720 પોઈન્ટ તૂટ્યો- નિફ્ટી 26,000ની નીચે ગગડ્યો, રોકાણકારોને મોટો ફટકો

Closing Bell: શેરબજારમાં આજે ભારે વેચવાલી જોવા મળી. સેન્સેક્સ 720 અંક તૂટ્યો અને નિફ્ટી 26,000ની સપાટી તોડીને નીચે બંધ થયો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ મોટું ધોવાણ જોવા મળ્યું. જાણો ટોપ ગેનર્સ અને ટોપ લુઝર્સ વિશે.

MoneyControl Newsઅપડેટેડ Dec 08, 2025 પર 4:03 PM
Closing Bell: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 720 પોઈન્ટ તૂટ્યો- નિફ્ટી 26,000ની નીચે ગગડ્યો, રોકાણકારોને મોટો ફટકોClosing Bell: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 720 પોઈન્ટ તૂટ્યો- નિફ્ટી 26,000ની નીચે ગગડ્યો, રોકાણકારોને મોટો ફટકો
માત્ર લાર્જ કેપ જ નહીં, પરંતુ નાના અને મધ્યમ કદના શેરોમાં પણ આજે ભારે ધોવાણ જોવા મળ્યું હતું.

Closing Bell: શેરબજારમાં રોકાણકારો માટે સપ્તાહની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી છે. આજે માર્કેટમાં ચારે બાજુથી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જેના કારણે મુખ્ય ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. ખાસ કરીને સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ગાબડાં પડતાં રોકાણકારોના પોર્ટફોલિયોને અસર થઈ છે.

આજના કારોબારના અંતે સેન્સેક્સ 720 પોઈન્ટ તૂટીને બંધ થયો હતો. જ્યારે બીજી બાજુ નિફ્ટી પણ પોતાની મનોવૈજ્ઞાનિક સપાટી તોડીને 26,000ની નીચે ક્લોઝ થયો છે. માર્કેટનું સેન્ટિમેન્ટ એટલું નબળું હતું કે તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ (Sectoral Indices) લાલ નિશાનમાં જ બંધ થયા છે.

મિડકેપ અને સ્મોલકેપમાં ગાબડાં

માત્ર લાર્જ કેપ જ નહીં, પરંતુ નાના અને મધ્યમ કદના શેરોમાં પણ આજે ભારે ધોવાણ જોવા મળ્યું હતું.

BSE Midcap Index: 1.7% નો ઘટાડો નોંધાયો.

BSE Smallcap Index: 2.2% જેટલો મોટો ઘટાડો નોંધાયો.

આજના ટોપ લૂઝર્સ

બધા સમાચાર

+ વધુુ વાંચો