Get App

રોકાણકારો પર 5 લાખ કરોડની ધનવર્ષા: સેન્સેક્સમાં શાનદાર રિકવરી, નિફ્ટી ઉછળીને 24135ની પાર

શેરબજારમાં શાનદાર તેજી! સેન્સેક્સ અને નિફ્ટીમાં રિકવરી આવતા એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 5 લાખ કરોડથી વધુનો વધારો થયો. જાણો આજના માર્કેટની લેટેસ્ટ સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ Jul 09, 2026 પર 4:22 PM
રોકાણકારો પર 5 લાખ કરોડની ધનવર્ષા: સેન્સેક્સમાં શાનદાર રિકવરી, નિફ્ટી ઉછળીને 24135ની પારરોકાણકારો પર 5 લાખ કરોડની ધનવર્ષા: સેન્સેક્સમાં શાનદાર રિકવરી, નિફ્ટી ઉછળીને 24135ની પાર
બ્રોડર માર્કેટમાં પણ આજે સારી રોનક હતી. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 1% થી વધુ અને સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 1.5% થી વધુ ઉછળ્યો હતો.

Sensex-Nifty closes green: ગઈકાલના ભારે કડાકા બાદ આજે ભારતીય શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી છે. સેન્સેક્સની 'વીકલી એક્સપાયરી' ના દિવસે બજારમાં ફરી રોનક પાછી ફરી છે અને સેન્સેક્સ-નિફ્ટી બંને મજબૂત વધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા છે.

ગઈકાલે જ્યારે બજાર 2% થી વધુ તૂટ્યું હતું, ત્યારે વિદેશી રોકાણકારોએ સતત ચોથા દિવસે બજારમાં જંગી ખરીદી કરી હતી. રોકાણકારોના આ ભરોસાની પોઝિટિવ અસર આજે માર્કેટ પર સ્પષ્ટ જોવા મળી હતી.

સેન્સેક્સ અને નિફ્ટીની લેટેસ્ટ સ્થિતિ

આજના ટ્રેડિંગ સેશનમાં ખરીદદારોનો દબદબો રહ્યો. ઈન્ટ્રા-ડે દરમિયાન સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ઉછળી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 24100 ની સપાટી વટાવી ગયો હતો. સેન્સેક્સ આજે સેન્સેક્સ 238.22 પોઈન્ટ (0.31%) ના વધારા સાથે 76,741.82 પર બંધ થયો છે. દિવસ દરમિયાન તેણે 77,326.65 ની ટોચ બનાવી હતી.

નિફ્ટી ઈન્ડેક્સ 80.75 પોઈન્ટ (0.34%) ની મજબૂતી સાથે 23,962.80 પર બંધ રહ્યો છે. દિવસ દરમિયાન નિફ્ટી ઉછળીને 24,134.70 ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.

રોકાણકારોની સંપત્તિમાં 5.35 લાખ કરોડનો જંગી વધારો

આજના આ ઉછાળાથી રોકાણકારોને બમ્પર ફાયદો થયો છે. ઓવરઓલ માર્કેટમાં આવેલી તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં 5 લાખ કરોડથી વધુનો સીધો વધારો નોંધાયો છે. એક દિવસ પહેલા એટલે કે 08 જુલાઈ 2026 ના રોજ BSE પર લિસ્ટેડ તમામ શેરોનું કુલ માર્કેટ કેપ 4,70,67,521.74 કરોડ હતું. આજે 09 જુલાઈ 2026 ના રોજ આ આંકડો વધીને 4,76,03,292.31 કરોડ પર પહોંચી ગયો છે. આનો સીધો અર્થ એ થયો કે આજે બજારમાં રોકાણકારોની મૂડીમાં 5,35,770.57 કરોડનો જંગી વધારો થયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો