શરૂઆતના ઉતાર-ચઢાવ બાદ વેલ્યૂ બાઇંગ અને આઈટી સેક્ટરમાં ખરીદીને કારણે ભારતીય શેરબજારમાં નીચલા સ્તરેથી જોરદાર રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ દિવસના નીચલા સ્તરેથી 766 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ ફરી 23,100ની સપાટીને પાર પહોંચ્યો હતો. અગાઉ 25 સપ્ટેમ્બરે નિફ્ટીએ છેલ્લે 23,100નું સ્તર સ્પર્શ્યું હતું અને તેની ઉપર બંધ રહ્યો હતો.

