Stock market : ગ્લોબલ અનિશ્ચિતતાઓ અને નબળા ત્રિમાસિક પરિણામોના કારણે 29 જુલાઈએ પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડાનો સિલસિલો ચાલુ રહ્યો. હાલમાં નિફ્ટી 17.65 પોઈન્ટ એટલે કે 0.07% ઘટાડા સાથે 24,670ના લેવલની આસપાસ જોવા મળે છે. ગઈકાલે અમેરિકન બજારોમાં મજબૂત શરૂઆત બાદ મિશ્ર વલણ જોવા મળ્યું, જ્યારે એશિયાઈ બજારોમાં ઘટાડો દેખાયો. ગિફ્ટ નિફ્ટી પણ લાલ નિશાનમાં છે.