કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ (F&O)ને કંટ્રોલ કરવા માટે કડક નિયમો લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. નોંધનીય છે કે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) દ્વારા ઝડપી નાણાં કમાવવા માટે, સ્મોલ ઇન્વેસ્ટર્સ તેમાં રોકાણ કરે છે અને તેમની મહેનતની કમાણી ડૂબી જાય છે. સેબીના જણાવ્યા અનુસાર, 10માંથી 9 નાના રોકાણકારો તેમના નાણાં ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રોકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હવે સેબીએ કડક વલણ અપનાવ્યું છે. સટ્ટાકીય વેપારને રોકવા માટે, સેબીએ મંગળવારે લઘુત્તમ કોન્ટ્રાક્ટની સાઇઝમાં સુધારો કરીને અને ઓપ્શન પ્રીમિયમના એડવાન્સ કલેક્શનની જોગવાઈ કરીને ઈન્ડેક્સ ડેરિવેટિવ્ઝ પરના નિયમોને કડક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.