Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 12 નવેમ્બરના ફ્લેટ ટૂ પોઝિટીવની સાથે ખુલવાની સંભાવના છે. ૧૧ નવેમ્બરના રોજ ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સતત બીજા સત્રમાં વધારા સાથે બંધ થયા હતા. ઓટો, એફએમસીજી (FMCG) અને નાણાકીય ક્ષેત્રના શેરોમાં જોવા મળેલી ખરીદીના ટેકાથી નિફ્ટીએ ફરી એકવાર ૨૫,૪૦૦ની સપાટી હાંસલ કરી લીધી હતી.

