Suzlon Share Price: સુઝલોન એનર્જીને ચાલુ નાણાકીય વર્ષ 2026 માટે અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. મંગળવારે સ્ટોક એક્સચેન્જને મોકલવામાં આવેલા સંદેશમાં, કંપનીએ જણાવ્યું હતું કે તેને ટાટા પાવરના યુનિટ ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ તરફથી 838 મેગાવોટનો ઓર્ડર મળ્યો છે. આ સમાચાર પછી, કંપનીના શેરમાં પણ 2 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો.