Tata Motors shares: ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડે ઘણા વર્ષો પછી તેની જૂની બ્રાન્ડ સીએરાને નવા અવતારમાં લોન્ચ કરી છે. કંપનીને આશા છે કે આનાથી તેના કુલ વેચાણમાં SUVનો હિસ્સો 70 ટકાથી વધુ થઈ શકે છે. સીએરા SUVના લોન્ચિંગને કારણે 26 નવેમ્બરે કંપનીના શેરમાં વધારો થયો છે. દિવસ દરમિયાન BSE પર શેર તેના પાછલા બંધ ભાવથી 3 ટકા વધીને ₹362.80 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ ₹1.32 લાખ કરોડ છે.

