Get App

TCS Q1 Results: 13,349 કરોડનો નફો, 12 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત - જાણો શાનદાર AI ડીલની વિગત

ટાટા ગ્રુપની IT કંપની TCS એ એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીને 13,349 કરોડ રૂપિયાનો નફો થયો છે અને શેરધારકો માટે 12 ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. જાણો સંપૂર્ણ રિપોર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Jul 09, 2026 પર 5:34 PM
TCS Q1 Results: 13,349 કરોડનો નફો, 12 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત - જાણો શાનદાર AI ડીલની વિગતTCS Q1 Results: 13,349 કરોડનો નફો, 12 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત - જાણો શાનદાર AI ડીલની વિગત
આઈટી સેક્ટરમાં હવે સંપૂર્ણ ધ્યાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર છે. આ બાબતે TCS એ શાનદાર કામગીરી કરી છે. TCS ની એન્યુઅલાઈઝ્ડ AI આવક 2.6 અબજ ડોલર પર પહોંચી ગઈ છે, જે અગાઉના ક્વાર્ટર કરતા 13.6% નો મોટો ઉછાળો દર્શાવે છે.

TCS Q1 Results: દેશની સૌથી મોટી આઈટી કંપની અને ટાટા ગ્રુપની શાન ગણાતી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસએ નાણાકીય વર્ષ 2026-27 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીનો નફો બજારના અંદાજ કરતા થોડો ઓછો રહ્યો છે, પરંતુ આવકની બાબતમાં કંપનીએ અપેક્ષા કરતા ઘણું સારું પ્રદર્શન કર્યું છે.

નફો અને આવકના આંકડા

નાણાકીય વર્ષ 2026-27 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો 13,349 કરોડ રૂપિયા રહ્યો છે. નોંધનીય છે કે, બિઝનેસ એનાલિસ્ટ્સ દ્વારા 13,461 કરોડ રૂપિયાના નફાનો અંદાજ હતો. બીજી તરફ, કંપનીની કુલ આવક 72,275 કરોડ રૂપિયા નોંધાઈ છે, જે બજારના 71,847 કરોડ રૂપિયાના અંદાજ કરતા વધુ છે.

રોકાણકારો માટે ખુશખબર: 12નું ડિવિડન્ડ

પરિણામોની સાથે રોકાણકારો માટે સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે TCS બોર્ડે શેર દીઠ 12 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

રેકોર્ડ ડેટ : ડિવિડન્ડ માટે 15 જુલાઈ ની તારીખ રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે.

ચૂકવણીની તારીખ: 31 જુલાઈ સુધીમાં ડિવિડન્ડની રકમ યોગ્ય શેરધારકોના બેન્ક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો