Tech Mahindra Share Price: ભારતીય આઇટી સેક્ટરની જાણીતી કંપની ટેક મહિન્દ્રા આજે 16 જુલાઈ 2026 ના રોજ પોતાના એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કરવા જઈ રહી છે. આ પરિણામોની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ શેરબજારમાં કંપનીના શેરમાં શાનદાર તેજી જોવા મળી છે. આજના કારોબાર દરમિયાન BSE પર શેર 2.6 ટકા ઉછળીને 1538 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચી ગયો હતો. આ ઉછાળાની સાથે કંપનીનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન વધીને 1.48 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે. બજારના નિષ્ણાતોને આશા છે કે આ ક્વાર્ટરમાં કંપનીના નફા અને આવકમાં સારો એવો વધારો નોંધાશે.

