Get App

MSCI India Rejig : અદાણી ગ્રીન અને Groww સહિત 12 શેરોની થશે શાનદાર એન્ટ્રી, Astral સહિત 3 શેરો ફેંકાશે બહાર

MSCI ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અદાણી ગ્રીન અને Groww સહિત 12 કંપનીઓની એન્ટ્રી થઈ શકે છે, જ્યારે 3 કંપનીઓ બહાર થઈ શકે છે. રોકાણ કરતા પહેલા જાણો કયા શેરમાં આવશે વિદેશી ફંડ.

MoneyControl Newsઅપડેટેડ Jul 16, 2026 પર 11:37 AM
MSCI India Rejig : અદાણી ગ્રીન અને Groww સહિત 12 શેરોની થશે શાનદાર એન્ટ્રી, Astral સહિત 3 શેરો ફેંકાશે બહારMSCI India Rejig : અદાણી ગ્રીન અને Groww સહિત 12 શેરોની થશે શાનદાર એન્ટ્રી, Astral સહિત 3 શેરો ફેંકાશે બહાર
ઓગસ્ટ મહિનાના રિવ્યૂ દરમિયાન MSCI ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં કેટલીક મોટી કંપનીઓની એન્ટ્રી થવાની પ્રબળ શક્યતા છે. અદાણી ગ્રીન, ગ્રોવ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ. એથર એનર્જીના સમાવેશની શક્યતા મધ્યમ છે.

MSCI India Rejig : શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. MSCI ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં બહુ જલ્દી રીબેલેન્સિંગ થવા જઈ રહ્યું છે. આ મોટા ફેરફારની સત્તાવાર જાહેરાત 12 ઓગસ્ટના રોજ માર્કેટ બંધ થયા પછી કરવામાં આવશે. આ રીબેલેન્સિંગ અંતર્ગત ઈન્ડેક્સમાં 12 નવી કંપનીઓનો સમાવેશ થઈ શકે છે, જ્યારે 3 કંપનીઓ બહાર ફેંકાઈ શકે છે. જો આ ફેરફારોની જાહેરાત થશે,,,તો તેનો અમલ 31 ઓગસ્ટ, 2026 થી શરૂ થઈ જશે.

કયા શેરોની થશે નવી એન્ટ્રી?

ઓગસ્ટ મહિનાના રિવ્યૂ દરમિયાન MSCI ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં કેટલીક મોટી કંપનીઓની એન્ટ્રી થવાની પ્રબળ શક્યતા છે. અદાણી ગ્રીન, ગ્રોવ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ. એથર એનર્જીના સમાવેશની શક્યતા મધ્યમ છે. તેનો આધાર ફ્રી-ફ્લોટ એડજસ્ટેડ માર્કેટ કેપમાં સતત સુધારા પર રહેશે. લેન્સકાર્ટ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો સમાવેશ થવાની શક્યતા હાલ ઓછી દેખાઈ રહી છે.

નવી એન્ટ્રીથી કેટલું ફંડ આવશે?

જો આ કંપનીઓ ઈન્ડેક્સમાં સામેલ થશે, તો તેમાં મોટું પેસિવ ઈનફ્લો આવી શકે છે. જેએમ ફાઈનાન્શિયલના રિપોર્ટ મુજબ અંદાજિત આંકડા નીચે મુજબ છે.

ગ્રોવ : $82.1 કરોડ

અદાણી ગ્રીન: $77.3 કરોડ

બધા સમાચાર

+ વધુુ વાંચો