Stocks to Watch: ગિફ્ટ નિફ્ટી તરફથી મળી રહેલા પોઝિટિવ સંકેતો જોતાં આજે સ્થાનિક શેરબજારમાં લીલા નિશાન સાથે શરૂઆત થવાની પૂરી શક્યતા છે. ખાસ વાત એ છે કે આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી હોવાથી ટ્રેડિંગ દરમિયાન બજારમાં ભારે ઉતારચઢાવ જોવા મળી શકે છે. બુધવારે 15 જુલાઈના રોજ સેન્સેક્સ 130.49 પોઈન્ટ એટલે કે 0.17% વધીને 77185.43 ના સ્તરે બંધ રહ્યો હતો. આ જ રીતે નિફ્ટી 50 પણ 26.45 પોઈન્ટના મામૂલી વધારા સાથે 24078.50 પર સેટલ થયો હતો.

