Get App

હવે કરિયાણાની જેમ ઘરે બેઠા મળશે ગેસ સિલિન્ડર, Swiggy Instamart અને HPCLની મોટી ડીલ, જાણો બુકિંગની આખી પ્રોસેસ

ગેસ બુકિંગની ઝંઝટ ખતમ! Swiggy Instamart એ HPCL સાથે ભાગીદારી કરીને એપ પરથી LPG સિલિન્ડરની ઓન-ડિમાન્ડ ડિલિવરી શરૂ કરી છે. જાણો ઓર્ડર અને રિફિલ કરવાની સંપૂર્ણ પ્રોસેસ.

MoneyControl Newsઅપડેટેડ Jul 15, 2026 પર 5:37 PM
હવે કરિયાણાની જેમ ઘરે બેઠા મળશે ગેસ સિલિન્ડર, Swiggy Instamart અને HPCLની મોટી ડીલ, જાણો બુકિંગની આખી પ્રોસેસહવે કરિયાણાની જેમ ઘરે બેઠા મળશે ગેસ સિલિન્ડર, Swiggy Instamart અને HPCLની મોટી ડીલ, જાણો બુકિંગની આખી પ્રોસેસ
Instamart ના CEO અમિતેશ ઝાએ આ અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું, "અમે ગ્રોસરીથી આગળ વધીને હવે ગ્રાહકોના રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ બનવા માંગીએ છીએ.

ઘરનો ગેસ પૂરો થઈ જાય ત્યારે સિલિન્ડર બુક કરાવવાની લાંબી પ્રોસેસથી કંટાળી ગયા છો? તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે. બુધવારે, 15 જુલાઈએ જાણીતા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ઇન્સ્ટામાર્ટએ એક મોટી ઐતિહાસિક જાહેરાત કરી છે. કંપનીએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સાથે ખાસ પાર્ટનરશિપ કરી છે, જેનાથી હવે તમે કરિયાણાની જેમ જ એપ દ્વારા LPG સિલિન્ડરની ઓન-ડિમાન્ડ ડિલિવરી મેળવી શકશો. દેશમાં આવું પહેલીવાર બની રહ્યું છે કે કોઈ ક્વિક કોમર્સ પ્લેટફોર્મ પરથી ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હોય.

કયા શહેરમાં અને કયા સિલિન્ડર મળશે?

શરૂઆતના તબક્કામાં આ શાનદાર સુવિધા બેંગલુરુ શહેરમાં શરૂ કરવામાં આવી છે. ગ્રાહકો Instamart એપ પરથી નવો લોન્ચ થયેલો 10 કિલોનો 'HP Navya' કમ્પોઝિટ LPG સિલિન્ડર ઓર્ડર કરી શકે છે. આ ઉપરાંત, 5 કિલોનો મેટલ LPG સિલિન્ડર પણ ઓર્ડર માટે ઉપલબ્ધ છે. કંપનીઓના જણાવ્યા મુજબ, 'HP Navya' સિલિન્ડર સામાન્ય સિલિન્ડરો કરતા વજનમાં ઘણો હલકો અને કાટ-મુક્ત હોય છે. સૌથી મોટી ખાસિયત એ છે કે તેની બોડી પારદર્શક હોય છે, જેથી યુઝર્સ બહારથી જ જોઈ શકે છે કે સિલિન્ડરમાં હવે કેટલો ગેસ બચ્યો છે. વધુ એક રાહતની વાત એ છે કે આ સિલિન્ડર ખરીદવા માટે તમારી પાસે પહેલેથી ઘરેલુ ગેસ કનેક્શન હોવું જરૂરી નથી.

ઓર્ડર અને ગેસ રિફિલ કરવાની પ્રોસેસ સમજો

જો તમે પહેલીવાર એપ પરથી સિલિન્ડર બુક કરો છો, તો તેને નવા સિલિન્ડરની ખરીદી માનવામાં આવશે. ડિલિવરી વખતે તમારું આઇડેન્ટિટી વેરિફિકેશન કરવામાં આવશે અને ડિલિવરી પ્રૂફ માટે જરૂરી દસ્તાવેજોની ચકાસણી થશે. પહેલી ખરીદી બાદ જ્યારે પણ તમારો ગેસ પૂરો થઈ જાય અને તમે રિફિલ માટે ઓર્ડર કરો, ત્યારે તમારે ડિલિવરી બોયને તમારો જૂનો ખાલી HPCL સિલિન્ડર પરત આપવાનો રહેશે.

સિલિન્ડર Instamart નો ગણાશે કે HP નો?

આ ડીલમાં ગ્રાહકોને સવાલ થાય કે ગેસ કોનો હશે? તો જણાવી દઈએ કે સિલિન્ડર અને ગેસ સંપૂર્ણપણે HPCL નો જ રહેશે. સ્વિગી ઇન્સ્ટામાર્ટ અહીં માત્ર એક 'ટેક-ઇનેબલ્ડ ડિલિવરી પ્લેટફોર્મ' તરીકે જ કામ કરી રહ્યું છે. ઓર્ડર એપ પરથી થશે, પણ ક્વોલિટી અને બ્રાન્ડ HPCL ની જ રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો