Get App

Waaree Energies Share Price: Q1 પરિણામો બાદ સોલાર કંપનીનો શેર 6% તૂટ્યો, માર્જિન ઘટતા રોકાણકારો ચિંતિત

સોલાર પીવી મોડ્યુલ બનાવતી કંપની Waaree Energies ના Q1 પરિણામો બાદ શેરમાં 6% નો કડાકો જોવા મળ્યો છે. માર્જિન ઘટતા રોકાણકારો ચિંતિત છે. જાણો બ્રોકરેજ ફર્મનો નવો ટાર્ગેટ પ્રાઈસ.

MoneyControl Newsઅપડેટેડ Jul 30, 2026 પર 11:43 AM
Waaree Energies Share Price: Q1 પરિણામો બાદ સોલાર કંપનીનો શેર 6% તૂટ્યો, માર્જિન ઘટતા રોકાણકારો ચિંતિતWaaree Energies Share Price: Q1 પરિણામો બાદ સોલાર કંપનીનો શેર 6% તૂટ્યો, માર્જિન ઘટતા રોકાણકારો ચિંતિત
શેરમાં આવેલા આ કડાકા પાછળનું મુખ્ય કારણ કંપનીના તાજેતરમાં જાહેર થયેલા એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરના (Q1) પરિણામો છે. પરિણામોમાં આવક ભલે વધી હોય, પરંતુ માર્જિન ઘટતા રોકાણકારોમાં નિરાશા જોવા મળી છે.

Waaree Energies Share Price: શેરબજારમાં 30 જુલાઈના રોજ ટ્રેડિંગની શરૂઆત થતાની સાથે જ દેશની દિગ્ગજ સોલાર પીવી મોડ્યુલ બનાવતી કંપની વારી એનર્જીસના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં જ શેર 6% જેટલો તૂટી ગયો હતો અને BSE પર તે ગગડીને 2563 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો.

શેરમાં આવેલા આ કડાકા પાછળનું મુખ્ય કારણ કંપનીના તાજેતરમાં જાહેર થયેલા એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરના પરિણામો છે. પરિણામોમાં આવક ભલે વધી હોય, પરંતુ માર્જિન ઘટતા રોકાણકારોમાં નિરાશા જોવા મળી છે.

આવક વધી, પણ માર્જિન ઘટતા લાગ્યો ઝટકો

કંપનીએ માર્કેટ બંધ થયા પછી પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. ચાલો જોઈએ આંકડા શું કહે છે,, વાર્ષિક ધોરણે કંપનીની કુલ આવકમાં 79.2% નો મોટો ઉછાળો નોંધાયો છે અને તે 7,932 કરોડ રૂપિયા રહી છે. mકંપનીનો ઓપરેટિંગ નફો (EBITDA) 1,440 કરોડ રૂપિયા રહ્યો છે. જૂન 2025 ક્વાર્ટરની સરખામણીમાં તેમાં 44% નો વધારો થયો છે. આંકડાઓમાં સૌથી વધુ ચિંતાજનક બાબત EBITDA માર્જિન છે. જૂન 2025 ક્વાર્ટરમાં માર્જિન 22.5% હતું, જે આ વખતે 4% થી વધુ ઘટીને સીધું 18.2% પર આવી ગયું છે. માર્જિન પરના આ દબાણના કારણે જ શેરમાં વેચવાલી આવી છે.

મજબૂત ઓર્ડર બુક અને મેનેજમેન્ટનો ટાર્ગેટ

માર્જિન ઘટ્યું હોવા છતાં, કંપનીનો બિઝનેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જૂન 2026 ક્વાર્ટરમાં જ Waaree Energies ને 16,000 કરોડ રૂપિયાના નવા ઓર્ડર મળ્યા છે. આ નવા ઓર્ડર સાથે કંપનીની કુલ ઓર્ડર બુક હવે 61,500 કરોડ રૂપિયાની થઈ ગઈ છે. મેનેજમેન્ટે આખા વર્ષ માટેના પોતાના ઓપરેટિંગ EBITDA ગાઈડન્સને 7,000 કરોડથી 7,700 કરોડ રૂપિયાની વચ્ચે જાળવી રાખ્યું છે.

IPO થી લઈને અત્યાર સુધીની શેરની સફર

બધા સમાચાર

+ વધુુ વાંચો