અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ગગડીને 80 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગઈ છે. ક્રૂડ સસ્તું થવાની સીધી અસર ગ્લોબલ અને ભારતીય માર્કેટ પર જોવા મળી રહી છે. આ બદલાયેલા માહોલમાં રોકાણકારો માટે સૌથી મોટો સવાલ એ છે કે હવે કમાણીનો મોટો મોકો ક્યાં છે? શેર્સ, ગોલ્ડ કે બોન્ડમાં પૈસા લગાવવા જોઈએ? માર્કેટના દિગ્ગજ એક્સપટર્સે આ અંગે શાનદાર રોકાણ સ્ટ્રેટેજી જણાવી છે.

