Yes Bank Share Price: પ્રાઈવેટ સેક્ટરના દિગ્ગજ બેન્ક યસ બેન્ક (Yes Bank) આવતી કાલે શનિવાર 22 એપ્રિલે માર્ચ 2023 ક્વાર્ટરમાં નાણાકીય પરિણામ રજૂ કરશે. પરિણામ આવાના એક દિવસ પહેલા આજે તેના શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. હાલમાં બીએસઈ પર આ 1.27 ટકાના ગટાડા સાથે 16.33 રૂપિયામાં મળી રહ્યા છે. જો કે ઈન્ટ્રા ડે માં તે અડધો ટકા વધીને 16.61 રૂપિયા પર પહોંચી ગઈ હતી. અમુક દિવસો પહેલા માર્ચ ક્વાર્ટરમાં રિકૉર્ડ સંખ્યામાં શેરહોલ્ડર્સનો ખુલાસા થવા પર તેના શેરની ખરીદારી વધી ગઈ હતી.

