દેશના સામાન્ય ઇન્વેસ્ટર્સ વધુને વધુ મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે. દરમિયાન, સામાન્ય ઇન્વેસ્ટર્સમાં પણ ફોકસ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રસ વધી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મર્યાદિત શેરોમાં રોકાણ કરતા ફોકસ્ડ મ્યુચ્યુઅલ ફંડનો એસેટ બેઝ 31 ટકા વધીને 1.43 લાખ કરોડ થયો છે. તમને જણાવીએ કે ફોકસ્ડ મ્યુચ્યુઅલ ફંડ એ એક પ્રકારનું ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે જે લિમિટેડ અથવા ઓછી સંખ્યામાં સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે છે. સેબીના નિયમો અનુસાર ફોકસ્ડ મ્યુચ્યુઅલ ફંડ વધુમાં વધુ 30 શેરમાં જ રોકાણ કરી શકે છે.