ભારતના મ્યુચ્યુઅલ ફંડ રોકાણનો અડધો ભાગ ફક્ત 5 શહેરોમાંથી આવે છે. એસેટ મેનેજમેન્ટ ફર્મ એબેકસના એક રિપોર્ટમાંથી આ વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર, મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, પુણે અને કોલકાતા ટોચના પાંચ શહેરો છે જે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણોમાં લગભગ 50 ટકા ફાળો આપે છે. રિપોર્ટ દ્વારા જાહેર કરાયેલા ડેટામાં એ પણ જાણવા મળ્યું છે કે કુલ એસેટતો અંડર મેનેજમેન્ટ (AUM)ના લગભગ 27.29 ટકા સાથે મુંબઈ પ્રથમ ક્રમે છે. આ શહેરની કુલ AUM રુપિયા 18.92 લાખ કરોડ છે.

