મેન્યુફેક્ચરિંગ ફંડના લોન્ચ પર, મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપનીના MD - CEO, પ્રતિક અગ્રવાલે જણાવ્યું હતું કે, ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ અને મજબૂત સ્થાનિક આર્થિક સ્થિતિ ભારતને વ્યૂહાત્મક રીતે ઉભરતા ઉત્પાદન હબમાં સામેલ કરવામાં મદદ કરી રહી છે. આ સેક્ટરમાં લોકોનો રસ વધવા જઈ રહ્યો છે, જેના કારણે 2031 સુધીમાં ભારતની નિકાસ જીડીપીના 4.5 ટકા થઈ જશે, જે હાલમાં 1.5 ટકા છે. તેમણે કહ્યું કે સરકારે 2025 સુધીમાં ભારતના મેન્યુફેક્ચરિંગ આઉટપુટના 25 ટકા પ્રોડક્શનનું ટાર્ગેટ રાખ્યું છે. તેમણે કહ્યું કે ચીનમાંથી ઉત્પાદન ખસેડવાથી ભારતને પણ ફાયદો થશે. CIO નિકેત શાહે જણાવ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ ફોકસ્ડ ફંડ રોકાણકારોના પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન લાવવામાં મદદ કરશે.