બરોડા બીએનપી પરિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (બરોડા બીએનપી પરિબાસ એએમસી) એ તેની નવી ફંડ ઓફર (NFO), બરોડા બીએનપી પરિબાસ ચિલ્ડ્રન્સ ફંડ (Baroda BNP Paribas Children’s Fund) લૉન્ચ કરી છે. તે સોલ્યુશન ઓરિએન્ટેડ ધ્યેય આધારિત, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યોજના છે, જે માતાપિતાને તેમના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં અથવા તેમના બાળકો માટે નાણાકીય આયોજન કરવામાં મદદ કરવા માટે રચાયેલ છે. આ ન્યૂ ફંડ ઑફર જાહેર સબ્સ્ક્રિપ્શન માટે 6 ડિસેમ્બર 2024ના રોજ ખુલી રહી છે અને 20 ડિસેમ્બર 2024ના રોજ બંધ થશે. આ સ્કીમ માટેનો બેન્ચમાર્ક નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઈન્ડેક્સ છે અને તેનું સંચાલન પ્રતિશ કૃષ્ણન કરશે.