Mutual Fund: માર્કેટ રેગ્યુલેટર SEBIએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકો માટે નવો નિયમ લાગુ કરવાની તૈયારી શરૂ કરી છે. આ નવા નિયમો અનુસાર, નવા ફોલિયો ખોલવા અને પ્રથમ રોકાણ કરવા માટે સંપૂર્ણ KYC પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. આ પગલાનો હેતુ રોકાણકારોને ભૂલો અને નાણાંકીય લેવડ-દેવડમાં થતી વિલંબથી બચાવવાનો છે, જેથી દરેક રોકાણ સુરક્ષિત અને યોગ્ય રીતે થઈ શકે.

