જોકે મ્યુચ્યુઅલ ફંડ્સ તેમના ઇન્વેસ્ટરને યોગ્ય રિટર્ન આપે છે, તેમ છતાં મોટી સંખ્યામાં ઇન્વેસ્ટર તેમની મૂડી વિશે ચિંતિત છે. લોકોને ડર છે કે તેમનું રોકાણ કોઈ ઉચ્ચ જોખમ ધરાવતા ફંડમાં હોઈ શકે છે. હવે સેબી ઇન્વેસ્ટરની આ સમસ્યાનો ઉકેલ લાવવા જઈ રહી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ પર જોખમ સ્તરને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે કલર કોડિંગનો પ્રસ્તાવ મૂક્યો છે. તેનાથી ઇન્વેસ્ટર સરળતાથી જાણી શકશે કે કઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કેટલું જોખમ છે.