છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય શેરબજારમાં ખૂબ જ ઉતાર-ચઢાવ (વોલેટિલિટી) જોવા મળી રહ્યા છે. આના કારણે રોકાણકારોને ઘણું નુકસાન થયું છે, ખાસ કરીને મિડ-કેપ અને સ્મોલ-કેપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓને. આવા સમયે રોકાણકારો હવે એવી કંપનીઓમાં રોકાણ કરવા માંગે છે જેના ફંડામેન્ટલ્સ મજબૂત હોય. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે એક નવું ફંડ લોન્ચ કર્યું છે, જેનું નામ છે ICICI પ્રુડેન્શિયલ ક્વોલિટી ફંડ. આ ફંડ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે, જે ક્વોલિટી ફેક્ટર થીમ પર આધારિત છે. આ ફંડનું નવું ફંડ ઓફર (NFO) 6 મે, 2025ના રોજ ખુલ્યું છે અને 20 મે, 2025ના રોજ બંધ થશે.