Mutaul Fund Deadline: ભારતીય પ્રતિભૂતિ અને સેબી (SEBI)એ મ્યુચ્યુઅલ ફંડ માટે નૉમિની ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 માર્ચથી વધારીને 30 સપ્ટેમ્બર 2023 કરી દીધી છે. મૂડી બજાર નિયમનકારે 31 માર્ચ, 2023 સુધીમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે નોમિનેશન ફાઇલ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. જો રોકાણકાર એવુ નથી કરતા તો તેના પોર્ટફોલિયો ફ્રીઝ થઈ જાત. એટલે કે, તમે મ્યૂચ્યુઅલ ફંડ વેચી ના શકત. જો કે, હવે સેબીએ નૉમિની ફાઈલ કરવાની ડેડલાઈન આગળ વધારી દીધી છે.