Udhayanidhi Stalin: ખુલ્લા મંચ પરથી સનાતન ધર્મનો વિરોધ કર્યા પછી, હવે તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન હિન્દી ભાષા પર નિશાન સાધી રહ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે હિન્દીના કારણે તમિલ ભાષા અદૃશ્ય થઈ શકે છે. આ દરમિયાન તેમણે ફંડના મુદ્દાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. 2023માં સ્ટાલિને સનાતન ધર્મની તુલના કોવિડ જેવા રોગો સાથે કરી હતી.